Blog
જગતગુરુ શંકરાચાર્ય ૧૦૦૮ અવિમુકતેશ્વરાનંદ સરસ્વતી ના કરકમલો દ્વારા ભોજનાલયનુ કરાયુ ખાતમુહૂર્ત
હિંમતનગર તાલુકાના પેઢમાલા ગામે બ્રહ્મસમાજ ના નવીન ભોજનાલય નું ખાતમુહૂર્ત કરાયું
હિંમતનગર તા.3
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના પેઢમાલા ગામે આજે તા ત્રીજી નવેમ્બર ના રોજ બ્રહ્મસમાજ ભોજનાલય ના નવીનત્તમ મકાનનું ખાતમુહૂર્ત જયોતિષ્પીઠાધીષ્વર જગતગુરુ શંકરાચાર્ય ૧૦૦૮

સ્વામીશ્રી અવિમુકતેશ્વરાનંદ સરસ્વતી જી ના કરકમલો થી કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે મોટી સંખ્યામાં શ્રી ત્રિવેદી મેવાડા બ્રાહ્મણ સમાજના ભાઈ બહેનો યુવાનો એ ઉપસ્થિત રહી આ પાવન પ્રસંગને

દિપાવી જગતગુરુ શંકરાચાર્ય શ્રી ની અમૃતવાણી અને દર્શન આર્શિવાદ નો લહાવો લીધો હતો બ્રહમસમાજ દ્ગારા નિર્માણ થનાર આ આધુનિક ભોજનાલય નો વહીવટ સુંદર ચાલે માં અન્નપૂર્ણા ની સદૈવ કૃપા રહે એવા આર્શિવાદ ગુરૂજી દ્ગારા આપવામાં આવ્યા હતા.સમગ્ર બ્રહ્મસમાજ તેમજ ગ્રામજનો દ્વારા ગુરૂજી નું ભવ્ય સ્વાગત સામૈયું કરવામાં આવ્યું હતું.
