સા.કાં.પોલીસ કમઁચારી મંડળી ના સભાસદોને ચાંદીના સિક્કાનુ કરાયુ વિતરણ
ધનતેરસના દિવસે ૯૩૨ સભાસદોને 20 ગ્રામના ચાંદીના સિક્કાની અપાઈ ભેટ
હિંમતનગર
સાબરકાંઠા પોલીસના અધિકારીઓ અને કર્મચારીઓમાં નિયમિત બચતની ભાવના વિકસાવવા, જરૂરિયાતના સમયે આર્થિક સહયોગ પૂરો પાડવા તથા

તેમના પરિવારના કલ્યાણના હેતુથી કાર્યરત “ધી સાબરકાંઠા જિલ્લા પોલીસ કર્મચારી ક્રેડીટ એન્ડ કન્ઝ્યુમર્સ કો-ઓપરેટિવ સોસાયટી લિમિટેડ” દ્વારા ધનતેરસના પાવન પર્વ નિમિત્તે ૯૩૨ સભાસદોને ૨૦ ગ્રામના ચાંદીના સિક્કાની ભેટ આપવામાં આવી હતી. માર્ચ ૨૦૨૬ની સ્થિતિએ મંડળી સાથે જોડાયેલા સભાસદોને આ ભેટ અર્પણ કરી તહેવારની ખુશીઓ વહેંચવામાં આવી હતી.

પોલીસ અધિક્ષક ડૉ. પાર્થરાજસિંહ ગોહિલ તથા નાયબ પોલીસ અધિક્ષક સ્મિત ગોહિલ, પાયલ સોમેશ્વર અને એ. કે. પટેલના વરદ હસ્તે સભાસદોને ચાંદીના સિક્કાની ભેટનું વિતરણ કરવામાં આવ્યું હતું.

ભેટ માટેનું ભંડોળ રૂ. ૪૪,૦૮,૨૩૨ હતું. આ ભંડોળમાંથી કુલ રૂ. ૩૫,૮૮,૨૦૦/-ની કિંમતના ચાંદીના સિક્કાનું કુલ ૯૩૨ સભાસદોને વિતરણ કરવામાં આવ્યું હતું. દરેક સભાસદને ૨૦ ગ્રામનો ચાંદીનો સિક્કો ભેટરૂપે આપવામાં આવ્યો હતો.

સમૃદ્ધિ અને શુભતાના પ્રતીક સમાન ધનતેરસના પાવન પર્વે મંડળી દ્વારા માર્ચ ૨૦૨૬ની સ્થિતિએ જોડાયેલા ૯૩૨ સભાસદોને ૨૦ ગ્રામના ચાંદીના સિક્કાની ભેટ આપવામાં આવી હતી. સભાસદોના નિયમિત યોગદાન અને સહકાર પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવાની સાથે આ ભેટ દ્વારા તેમને તથા તેમના પરિવારજનોને તહેવારની શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.

નિયમિત બચત ઉપર વ્યાજ તથા જરૂરિયાતના સમયે લોન અને સભાસદના અવસાનના કિસ્સામાં પરિવારને આર્થિક સહાય જેવી સુવિધાઓ દ્વારા આ મંડળી પોલીસ કર્મચારીઓના કલ્યાણ માટે કાર્યરત છે. ધનતેરસ નિમિત્તે ભેટ વિતરણની આ પહેલે પોલીસ પરિવાર વચ્ચે આત્મીયતા અને સહકારના સંબંધોને વધુ મજબૂત બનાવ્યા છે.