Blog

ઉમંગ સેવા ટ્રસ્ટ દ્વારા દિવાળીના પર્વ નિમિત્તે મીઠાઈ વિતરણ કરાયુ

૧૫ વર્ષથી કરાઈ રહ્યુ છે ઉમદા કાયઁ

અમદાવાદ 

દિવાળીના પર્વની ખુશીઓ સમાજના દરેક વર્ગ સુધી પહોંચે અને ગરીબ તથા જરૂરિયાતમંદ પરિવારો પણ દિવાળીની ઉજવણી આનંદ અને ઉત્સાહ સાથે કરી શકે તેવા ઉમદા હેતુથી ઉમંગ સેવા ટ્રસ્ટ દ્વારા છેલ્લા

15 વર્ષથી દર વર્ષે મીઠાઈ વિતરણનું સેવાકાર્ય કરવામાં આવે છે. આ સેવાકાર્યની પરંપરાને જાળવી રાખતા આ વર્ષે પણ તા. 5 નવેમ્બર, 2026ના રોજ ઉમંગ સેવા ટ્રસ્ટ દ્વારા ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને

મીઠાઈનું વિતરણ કરવામાં આવ્યું હતું. દિવાળીના પર્વ દરમિયાન સમાજના આર્થિક રીતે નબળા પરિવારોને યાદ કરીને તેમના ચહેરા પર ખુશી લાવવી અને તેઓ પણ તહેવારની મીઠાશનો અનુભવ કરી શકે તે આ

અભિયાનનો મુખ્ય ઉદ્દેશ છે. આ પ્રસંગે અશોક શાહ, પ્રકાશ પટણી, સુનિલ પટેલ, ભરત પરમાર, અંજલિ ગેડમ, ઉત્તમ પરમાર, દીપક કટારીયા, હાર્દિક આચાર્ય, હિરેન સાગર, મંથન દોંગા, રામ રેવતકર, ભારતી શ્રીવાસ્તવ, રીઝવના મનસુરી, નેહાન મનસુરી, દુર્ગાબેન રાજપૂત અને સરફરાઝ મનસુરી સહિતના સેવાભાવી મિત્રો ઉપસ્થિત રહ્યા હતા.

Related Articles

Back to top button
error: Content is protected !!